જેઇઇ પરીક્ષાઓ બાબતે આ વિગતવાર ને સમતોલ છણાવટ વાંચવા જેવી છે. આ ક્લાસિક catch22 સિચ્યુએશન છે. જે કાયમ સંખ્યામાં ઓછા રહયા છે એવા તૈયારી કરનાર તેજસ્વીઓની હાલત એ ક્રિકેટર જેવી છે જે ડકવર્થ લુઇસમાં રિધમ ને આખો મેચ ગુમાવી દે. આમાં નડી નિર્ણય ઠેલ્યા કરવાની કુટેવ. https://www.bbc.com/hindi/amp/india-53929339?__twitter_impression=true">https://www.bbc.com/hindi/amp...
કોરોનાના ડરની ય એ ફેલાવાની સામાજિક જવાબદારી માથે ન આવી જાય એ ડર પણ વિસ્તરી રહ્યો છે. જોખમ તો છે. અને માનસિક રીતે હજુ જગતના ખેરખાંઓ ય દીવાલ પરનું સ્પષ્ટ લખાણ વાંચીને સ્વીકારી જ નથી શકતા કે આ એકેડેમિક ઈયર માંડી વાળવા જેવું છે. એટલે કોર્ટમાં અકારણ પડતી મુદતોની જેમ તારીખો આવ્યા કરે.
હવે લટકતી તલવારોનું નવું પેનિક ઉભું કરવાને બદલે આ શિક્ષણના મામલામાં રાજકારણ મૂકી માત્ર આ પરીક્ષા જ નહીં, દરેક આવા નિર્ણય બાબતે સ્પષ્ટ ને દૂરગામી સ્ટેન્ડની જરૂર છે. આર યા પાર ટાઈપ. સાચા વિદ્યાર્થીઓ એમ અકળાયા છે કારણ કે એમની પરીક્ષાઓ સિવાય રોજીંદા જીવનમાં ઘણું બધું મોકળું થઈ ગયું !