એક મુઠ્ઠી ઉંચેરો માનવી

ડૉ.આલોક સાગર,
દિલ્હીના એક શિક્ષિત અને ધનવાન પરિવારમાં જન્મેલો બાળક. એના પિતા IPS ઓફિસર અને માતા ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર. આલોક ભણવામાં ખૂબ તેજસ્વી. 1973માં એણે IIT દિલ્હીમાંથી ઈલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ પૂરું કર્યું
અને IIT દિલ્હીમાં જ પ્રોફેસર બની ગયા.
અને પછી આ જ યુનિવર્સીટીમાંથી એણે http://M.Tech"> http://M.Tech .કર્યું. આલોક પીએચડી કરવા માટે અમેરિકા ગયા. પીએચડી પૂરું કર્યા બાદ ડો.આલોક સાગર ઈચ્છે તો અમેરિકામાં કારકિર્દીની સુવર્ણ તક હતી, પણ એને દેશ માટે કંઈક કરવાની ભાવના હતી એટલે ભારત પાછા આવી ગયા.
ભારતીય રિઝર્વ બેન્કના પૂર્વ ગવર્નર રઘુરામ રાજન જેવા કેટલાય વિદ્વાનો ડો.આલોકના વિદ્યાર્થી રહી ચૂક્યા છે. IITના અતિ તેજસ્વી વિદ્યાર્થીઓને ભણાવે પણ દિલ તો કંઈક જુદી જ ઝંખના કરતાં વાજીંત્રો વાગી રહ્યા હતાં.
ડો.આલોક દેશના સાવ સામાન્ય અને ગરીબ લોકોની સેવા કરવા ઈચ્છતા હતા.1982માં એમણે પ્રોફેસર તરીકે રાજીનામુ આપી દીધું અને આ ઓલિયો નીકળી પડ્યો ગરીબોની સેવા કરવા.

મધ્યપ્રદેશના બેતુલ અને હોશંગાબાદ જિલ્લાના આદિવાસી વિસ્તારમાં એની સેવાકીય પ્રવૃત્તિ ચાલુ કરી.
50,000થી વધુ વૃક્ષો ઉછેરીને પર્યાવરણની પણ અદભૂત સેવા કરી. દેશનો એક અતિ શિક્ષિત માણસ છેલ્લા 34 વર્ષથી આદિવાસી બનીને આદિવાસીઓની સેવા કરી રહ્યો છે.

સાયકલ પર જે માણસનાં આપ દર્શન કરી રહ્યા છો, એ ફકીર જેવો લાગતો માણસ ડૉ.આલોક સાગર છે.
આપણી પાસે તો સામાન્ય પદવી અને નાની નોકરી કે ધંધો હોય,પણ આપણો અહંકાર આભને આંબતો હોય છે અને આ માણસ એની વિદ્વતાને એક બાજુ રાખી, અહંકારને ગજવામાં મુકીને કામ કરી રહ્યો છે.
ખુબીની વાત તો જુઓ....આ માણસ આટલો વિદ્વાન છે એની કોઈને ખબર જ પડવા નથી દીધી. ક્યારેય એણે કોઈને પોતાના ઉચ્ચ અભ્યાસની કે નોકરીની કોઈને વાત જ નથી કરી.

આતો પોલીસને આ માણસની કામગીરી શંકાસ્પદ લાગતા તપાસ કરી તો આ બધી બાબતો લોકોને જાણવા મળી.
આજે જયારે લોકોને મહેનત કરવાને બદલે ફેસબુકમાં જ પોતાની હોંશિયારી અને વિદ્વતા બતાવવાનો નશો ચડ્યો છે, ત્યારે વિદ્વતાને ભોંયમાં ભંડારીને ખરા સેવક એવા ડૉ.આલોકસાગર જેવા સંતપુરુષને વંદન કરવાનું મન થાય.. .. ધન્ય છે આવા વિરલ અને મહાન મહામાનવને.
મારી આ ટવિટ ને આટલો સારો પ્રતિસાદ આપવા માટે, આપ સૌનો ખુબ ખુબ આભાર.

હું હંમેશા પ્રયત્ન કરીશ કે આવા સંત પુરુષો, ક્રાંતિકારી, વડીલો કે કોઈ પણ માણસ જે સમાજ માટે ઉત્તમ કામ કરે છે તેને સારી રીતે વર્ણવી શકું અને હું પોતે પણ આવા સારા કાર્ય કરી શકું !

ફરીથી બધાને ધન્યવાદ !!!
You can follow @dharmeshbhatt93.
Tip: mention @twtextapp on a Twitter thread with the keyword “unroll” to get a link to it.

Latest Threads Unrolled: